BREAKING NEWS

જામનગર સેશન્સ કોર્ટનો મહત્વનો કાનૂની ચુકાદો: રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સના બે કેસમાં આરોપી નિર્દોષ ઠરાવી નીચલી કોર્ટનો સજાનો હુકમ રદ

  • November 07, 2026 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સેશન્સ કોર્ટનો મહત્વનો કાનૂની ચુકાદો: રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સના બે કેસમાં આરોપી નિર્દોષ ઠરાવી નીચલી કોર્ટનો સજાનો હુકમ રદ

સેશન્સ કોર્ટે ઠરાવ્યું કે સમયમર્યાદા બહારનું (Time-Barred) કાળગ્રસ્ત દેવું ચુકવવા આપેલો ચેક કલમ ૧૩૮ હેઠળ કાયદેસર રીતે વસૂલ કરવા પાત્ર દેવું ગણાતું નથી

કાનૂની ચુકાદાની મુખ્ય વિગતો:

જામનગર: મેહરબાન બીજા એડિશનલ સેશન્સ જજ સાહેબ જામનગર ની અદાલત દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળના રૂ. ૫-૫ લાખ (કુલ રૂ. ૧૦ લાખ) ના ચેક રિટર્ન અંગેના બે ક્રિમીનલ અપીલ કેસોમાં આરોપીના બચાવ પક્ષની કાનૂની રજૂઆતો માન્ય રાખી આરોપીને તમામ આક્ષેપોમાંથી નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. સેશન્સ કોર્ટે નામદાર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબ કાલાવડ દ્વારા આરોપીને ફટકારવામાં આવેલી ૧-૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૫-૫ લાખના વળતરના આદેશોને રદબાતલ (Quashed & Set Aside) કર્યા છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, અપીલકર્તા/મૂળ આરોપી ઇકબાલભાઇ સુલેમાનભાઇ છેર (રહે. વૈશાલી નગર, ધારાનગર, જામનગર) સામે નામદાર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબ કાલાવડ ની અદાલતમાં મૂળ ફરિયાદી સાફીભાઇ અબુબકરભાઇ બારડી (રહે. ભુરાવડી સ્ટ્રીટ, કાલાવડ, જામનગર) દ્વારા રૂ. ૫,૦૦,૦૦૦/- ની હાથઉછીની રકમ પેટે મેળવેલ HDFC બેંક (દારેડ શાખા) નો ચેક નં. ૦૦૦૦૬૦ (તા. ૩૧/૦૭/૨૦૨૩) તથા મૂળ ફરિયાદી સાબેરાબેન આદમભાઇ (હાલ રહે. કાલાવડ) દ્વારા મેળવેલ HDFC બેંકનો ચેક નં. ૦૦૦૦૫૭ (તા. ૩૧/૦૭/૨૦૨૩) બેંકમાં રજૂ કરતા "Funds Insufficient" (અપર્યાપ્ત બેલેન્સ) ના શેરા સાથે પરત ફરતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ક્રિમીનલ કેસ નં. ૧૭૨૭/૨૦૨૩ અને ૧૭૨૮/૨૦૨૩ દર્જ કરવામાં આવ્યા હતા. સદર કેસોમાં નામદાર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબ કાલાવડ દ્વારા તા. ૦૩/૦૧/૨૦૨૫ ના રોજ આરોપી ઇકબાલભાઇ સુલેમાનભાઇ છેર દોષિત ઠેરવી ૧-૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ મુજબ રૂ. ૫,૦૦,૦૦૦/- નુ વળતર ફરિયાદીઓને ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

​​​​​​​નામદાર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબ કાલાવડ ના આ સજાના હુકમ સામે આરોપી ઇકબાલભાઇ સુલેમાનભાઈ છેર દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં B.N.S.S. ની કલમ ૪૧૫ હેઠળ ક્રિમીનલ અપીલ નં. ૪૦/૨૦૨૫ તથા ૪૧/૨૦૨૫ દાખલ કરવામાં આવી હતી. આરોપી વતી રોકાયેલા વિદ્વત્ એડવોકેટ અશોક એચ. જોશી એ સેશન્સ કોર્ટ સમક્ષ નીચે મુજબની ધારદાર કાનૂની રજૂઆતો કરી હતી.

​​​​​​​કાળગ્રસ્ત (Time-Barred) દેવું: નોટરી સમક્ષ થયેલા કરારનામા મુજબ રકમ તા. ૦૮/૦૪/૨૦૧૯ ના રોજ લેવામાં આવી હતી અને તેની પરત ચુકવણીની છેલ્લી તારીખ ૨૩/૦૭/૨૦૧૯ હતી. લિમિટેશન એકટ (Law of Limitation) અનુસાર સિવિલ દાવો દાખલ કરવાની ૩ વર્ષની મુદત તા. ૨૨/૦૭/૨૦૨૨ ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારબાદ જમા કરાવેલો ચેક કાયદાની દ્રષ્ટિએ 'કાયદેસર રીતે વસૂલ કરવા પાત્ર દેવું' (Legally Enforceable Debt or Liability) ગણાતું નથી. આથી કલમ ૧૩૮ હેઠળનો ગુનો બનતો જ નથી અને ફરિયાદી પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે.

ઉભય પક્ષની દલીલો અને કાનૂની નઝીરો ધ્યાને લીધા બાદ જામનગરના માનનીય રજી એડિશનલ સેશન્સ જજ શ્રી એ બચાવ પક્ષના એડવોકેટ એ. એચ. જોશીની દલીલો તથા લિમિટેશન એકટની જોગવાઈઓ સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી બંને ક્રિમીનલ અપીલો મંજૂર કરી છે. સેશન્સ અદાલતે નામદાર જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબ કાલાવડ ના તા. ૦૩/૦૧/૨૦૨૫ ના સજાના હુકમો રદબાતલ (Quashed & Set Aside) ઠરાવી, ઇકબાલભાઇ સુલેમાનભાઇ છેર ને તમામ આક્ષેપોમાંથી સંપૂર્ણ નિર્દોષ ઠરાવી મુક્ત (Acquitted) કરવાનો આદેશ રમાવ્યો છે.

આ બંને અપીલોમાં ઇકબાલભાઇ સુલેમાનભાઇ છેર તરફે જામનગરના સિનિયર ધારાશાસ્ત્રી એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application