BREAKING NEWS

જામનગર: ચેલા સોસાયટી વિસ્તારમાં પાણી ભરવા બાબતે યુવાનને માર માર્યો

  • July 21, 2026 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ચેલા સોસાયટી વિસ્તારમાં પાણી ભરવા બાબતે યુવાનને માર માર્યો

બીજા પાણી ભરે, મારા માટે જ મનાઇ છે તેમ કહેતા શખ્સ વિફર્યો 

જામનગર નજીક ચેલા માધવ વિહાર સોસાયટી વિસ્તારમાં પાણી ભરવાના મામલે એક યુવાનને મુંઢ માર મારી ધમકી દીધાની એક શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે. 

મુળ ખંભાળીયાના સિંહણ ગામના વતની અને હાલ ચેલા ગામ માધવ વિહાર સોસાયટી બ્લોક નં. ૧૬ ખાતે રહેતા મનિષ ભરતદાસ નિમાવત (ઉ.વ.૪૬) નામના યુવાને ગઇકાલે પંચ-બીમાં જામનગરના ભીમશી ગોજીયા નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
​​​​​​​
તા. ૧૯ના રોજ ફરીયાદી મનિષભાઇ પોતાના ઘરની બાજુમાં પાણીની મોટર ચાલુ કરીને ટાંકામાં પાણી ભરતા હતા, ત્યારે આરોપીએ કહેલ કે મારે અહીં કામ ચાલુ છે સવારે ૯ થી ૭ સુધી પાણી લેવાની મનાઇ છે. તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે મારા માટે જ મનાઇ છે, બીજા પાણી ભરે તેને કેમ કહેતા નથી આ રીતે કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી ગળુ દબાવી મારી નાખવાની ધમકી આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application