BREAKING NEWS

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી દરમ્યાન પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન

  • September 11, 2026 12:43 PM 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે ટેકનોલોજી સપ્તાહની ઉજવણી દરમ્યાન પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર, આત્મા અને ગુજરાત પ્રાકૃતિક બોર્ડના સંયુક્ત ઉપક્રમે જામજોધપુરના જામવાડી ગામમાં પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહુ મોટી  સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મેળવેલ.
​​​​​​​
​​​​​​​આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરના વડા ડો. કે. પી. બારૈયા સાહેબ દ્વારા ઓછા ખર્ચે પાક ઉત્પાદન ટેકનોલોજી વિષે ચર્ચા કરવામાં આવેલ તેમજ ખરીફ પાકોમાં ખાતર વ્યવસ્થાપન અને રોગ અને જીવાત નિયંત્રણ વિશેના ઉપાયો તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના ખેડૂતોએ લેવાના જરુરી પગલાઓ વિષે સમજણ આપવામાં આવેલ તેમજ નાયબ ખેતી નિયામક(તાલીમ) ઠક્કર સાહેબ દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાં જોડાય તે માટે ખેડૂતોને આહવાન કરવામાં આવેલ અને પ્રાકૃતિક કૃષિના લાભાલાભ વિષે ચર્ચા કરવામાં આવેલ. તેમજ કૃષિ વૈજ્ઞાનિક અંજનાબેન બારૈયા દ્વારા ખેડૂતોને કૃષિ પાકોમાં મૂલ્યવૃદ્ધિ અને માર્કેટિંગ વિષે માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મા પ્રોજેક્ટના અંકીતભાઈ પાટોડિયા દ્વારા કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application