સલાયામાં ન્યુ બંધારા યોજનાની સર્વે કામગીરી શરૂ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે પન્યૂ સલાયા બંધારા યોજનાથને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૬૭ કરોડના ખર્ચે આશરે ૧૫૫ હેક્ટર જમીન પર નવો ડેમ આકાર લેશે. સિંચાઇ વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી વરસાદનું જે કિંમતી પાણી અત્યાર સુધી દરિયામાં વહી જઈને વેડફાઈ જતું હતું, તે હવે રોકાશે.આ યોજનાથી સલાયા સહિત ૧૮ જેટલા ગામોની પીવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ઘી ડેમ બાદ હવે બીજો મોટો ડેમ બનવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા રૂ. ૬૭ કરોડના ખર્ચે પન્યૂ સલાયા બાંધારા યોજનાથ મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૧૫૫ હેક્ટર જમીન પર નવો ડેમ નિર્માણ પામશે, જેનાથી ચોમાસા દરમિયાન દરિયામાં વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાશે. સિંચાઇ વિભાગ દ્વારા સ્થળ પર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ બંધારા યોજના કાર્યરત થતાં જ સલાયા, કોઠા, વિસોતરી સહિતના ૧૮ જેટલા ગામોના આશરે ૪૦ હજાર લોકોને પીવાનું શુદ્ધ મીઠું પાણી મળી રહેશે.
એટલું જ નહીં, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધતી ખારાશ અટકશે, જેનાથી જમીન પણ વધુ ફળદ્રુપ બનશે.આ બાંધારા યોજના કાર્યરત થતાં જ સલાયા,કોઠા, વિસોતરી, ગોઈંજ ,સહિતના ૧૮ જેટલા ગામોના આશરે ૪૦ હજાર લોકોને પીવાનું શુદ્ધ મીઠું પાણી મળી રહેશે. એટલું જ નહીં, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધતી ખારાશ અટકશે, જેનાથી જમીન પણ વધુ ફળદ્રુપ બનશે.તેમજ લોકો પીવાનું પાણી મળી રહેશે જેથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.આ સાથે સૌ ગ્રામજનોએ માનનીય ધારાસભ્ય મુળુભાઇ બેરા સાહેબ તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.