BREAKING NEWS

જામનગર: હક્ક રજાની રકમ નહીં ચુકવાતા મહાનગરપાલિકાને નોટીસ

  • August 26, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હક્ક રજાની રકમ નહીં ચુકવાતા મહાનગરપાલિકાને નોટીસ

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિવૃત કર્મચારી મમલનળોજભાઇ ભટ્ટ તથા જીતેન્દ્રભાઇ કેશવાણી કે જેઓ નિવૃતિના લાભો પૈકી હક્ક રજાની રોકડ રૂપાંતરિત રકમ અનુક્રમે રૂ.૫,૩૧,૦૦૦, પ્રમાણપત્ર તા. ૩-૪-૨૬ પત્ર ક્રમાંક વસુલાત પ્રમાણપત્ર ૧૧-૨૦૨૬ તથા ૪,૫૬,૬૦૦ જેનું પ્રમાણપત્ર તા.૩-૪-૨૬ પત્ર ક્રમાંક વસુલાત પ્રમાણપત્ર ૧૨-૨૬ મજુર અદાલત નં. ર, જામનગર દ્વારા રેવન્યુ રાહે વસુલાતી કાર્યવાહી સંબંધે સર્ટીફીકેટ કાઢી આપેલ. જે સંબંધે કલેકટર જામનગર દ્વારા મામલતદાર ને રેવન્યુ રાહે વસુલાતી કાર્યવાહી કરવા સંબંધે મોકલેલ તે સંબંધે જમીન મહેસુલ કાયદા અન્વયે અનુક્રમે કલમ ૧૫૨, ૧૫૫, નાયબ મ્યુ. કમિશનર, જામનગર મહાનગરપાલિકા તથા શાસનાધિકારી, ન.પ્રા.શિ.સ. જામનગરને નોટીસ ઇસ્યુ કરેલ. જે અનુસાર રકમ જમા ન કરતા શહેર મામલતદાર, જામનગર દ્વારા તા.૧૭-૮-૨૬ના રોજ જમીન મહેસુલ કાયદાની કલમ ૨૦૦ની નોટીસ આપવામાં આવેલ છે.
​​​​​​​
આ કામમાં નિવૃત કર્મચારીઓના યુનિયન પ્રતિનિધિ તરીકે પંકજભાઇ આર. જોશી, જનરલ સેક્રેટરી, મજુર મહાજન સંઘ, જામનગર દ્વારા મજુર અદાલત, જામનગર રજુઆત કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News