BREAKING NEWS

જામનગર​​​​​​​: નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 9 અને 11ની ખાલી બેઠકો માટે ઓનલાઈન નોંધણી શરૂ

  • September 08, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 9 અને 11ની ખાલી બેઠકો માટે ઓનલાઈન નોંધણી શરૂ

ઉમેદવારો તા.૩૦ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે

જામનગર તા.૭ સપ્ટેમ્બર, નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ દરમિયાન ધોરણ ૯ અને ૧૧ની ખાલી બેઠકો પર પ્રવેશ માટે પાર્શ્વ પ્રવેશ પસંદગી પરીક્ષા (LEST)-૨૦૨૭ અંતર્ગત ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો નિઃશુલ્ક ઓનલાઈન અરજી કરી શકશે. ધોરણ 9 માટે ઓનલાઈન અરજી કરવા માટે
https://cbseitms.nic.in/2026/nvsix તથા ધો.૧૧ માટે ઓનલાઈન  https://cbseitms.nic.in/2026/nvsxi_11  લીંક મારફતે અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર રહેશે.

પરીક્ષા સંબંધિત વિગતવાર માહિતી ઓનલાઈન નોંધણી પોર્ટલ પર ઉપલબ્ધ છે. ઉમેદવારો તથા વાલીઓએ તેમાં પાત્રતા, જરૂરી દસ્તાવેજો, પરીક્ષા સંબંધિત માર્ગદર્શિકા તથા અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવા તથા અરજી પ્રક્રિયા દરમિયાન જરૂરી માહિતી તથા દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ કરવા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application