BREAKING NEWS

હાલારમાં ગોકળગાયની ગતિએ સામૂહીક શૌચાલયની કામગીરી, ૪ મહીનામાં ફકત ૩ બન્યા..!

  • August 26, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં ગોકળગાયની ગતિએ સામૂહીક શૌચાલયની કામગીરી, ૪ મહીનામાં ફકત ૩ બન્યા..!

ઉદાસીનતા કે બેદરકારી: સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ યોજના હેઠળ કરવાના મહત્વના કામોમાં અત્યંત ધીમી ગતિથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી સામે અનેક સવાલ 

વર્ષ ૨૦૨૬-૨૭ માટે જામનગર જિલ્લાને ફાળવેલી રૂ.૮.૨૯ કરોડની ગ્રાન્ટમાંથી ૧.૦૬ કરોડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂ.૪.૬૮ કરોડમાંથી ફકત રૂ.૦.૬૯ કરોડનો ખર્ચ

હાલારમાં સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭માં સામૂહીક શૌચાલયના લક્ષ્યાંક સામે ૪ મહીનામાં ફકત ૩ શૌચાલય બનતા યોજનાની સાર્થકતા અને હેતુ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉભા થયા છે. સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ યોજના હેઠળ કરવાના મહત્વના કામોમાં અત્યંત ધીમી ગતિથી ઉદાસીનતા કે બેદરકારીની સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે જામનગર જિલ્લાને ફાળવેલી રૂ.૮.૨૯ કરોડની ગ્રાન્ટમાંથી ૧.૦૬ કરોડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રૂ.૪.૬૮ કરોડમાંથી ફકત રૂ.૦.૬૯ કરોડનો ખર્ચ ૧૯ ઓગષ્ટ સુધીમાં કરવામાં આવ્યાનું નોંધાયું છે. 

ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય અને ગ્રામજનોને સુખાકારી માટે સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ યોજના હેઠળ જુદા-જુદા કામ કરવામાં આવે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી હેઠળ આ કામગીરી કરવામાં આવે છે. પરંતુ હાલારમાં સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ યોજના હેઠળ કરવાની મહત્વની કામગીરી કાચબા કરતા પણ ધીમી ગતિએ થઇ રહી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, વર્ષ ૨૦૨૬-૨૭ના નાણાંકીય વર્ષમાં એટલે કે એપ્રીલથી ૧૯ ઓગષ્ટ સુધીમાં આ યોજના હેઠળ કરવાની થતી સામૂહીક શૌચાલય, એન્ડ ડ્રેઇન ટ્રીટમેન્ટ સહીત અન્ય મહત્ત્વની કામગીરીના આંકડા ખૂબજ ચોંકવાનારા છે. કારણ કે, ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ યોજના હેઠળ કુલ ૫૯ સામૂહીક શૌચાલય બનાવવાનો લક્ષ્યાંક વડી કચેરી દ્વારા આપવામાં આવ્યો છે. જેની સામે ૧૯ ઓગષ્ટ સુધીમાં ફકત ૧ શૌચાલય બન્યું છે. જયારે જામનગર જિલ્લામાં ૪૭ સામૂહીક શૌચાલયની સામે ફકત ૨ શૌચાલય બન્યા હોય ગંભીર સવાલો ઉઠ્યા છે. 

આટલું જ નહીં, નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ૧૯ ઓગષ્ટ સુધીમાં જામનગર જિલ્લામાં ૧૫ સેગ્રીગેશન શેડના લક્ષ્યાંક સામે ૬ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૧ સેગ્રીગેશન શેડના લક્ષ્યાંક સામે ૯ શેડ બન્યા છે. આ જ રીતે જામનગર જિલ્લામાં ૭૮ કમ્૫ોસ્ટ પીટના લક્ષ્યાંક સામે ૧૫ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦૪ કમ્પોસ્ટ પીટના લક્ષ્યાંક સામે ૩૦ બની હોવાનું નોંધાયું છે. જો કે એન્ડ ડ્રેઇન ટ્રીટમેન્ટની ભૌતીક પ્રગતિ અત્યંત ધીમી છે. કારણ કે, વર્ષ ૨૦૨૬-૨૭માં જામનગર જિલ્લામાં ૨૭૭ના લક્ષ્યાંક સામે ૭ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬૯ સામે ફકત ૨ એન્ડ ડ્રેઇન ટ્રીટમેન્ટ થઇ હોવાનું નોંધાયું છે. તદઉપરાંત જામનગર જિલ્લામાં ૧૫ સેગ્રીગેશન શેડના લક્ષ્યાંક સામે ૬ અને દ્વારકા જિલ્લામાં ૨૧ ની સામે ૯ સેગ્રીગેશન શેડ ૧૯ ઓગષ્ટ સુધીમાં બન્યા છે. નવાઇની વાત તો એ છે કે, સ્વચ્છ ભારત મીશન ગ્રામીણ હેઠળ ચાલુ નાણાંકીય વર્ષે જામનગર જિલ્લાને રૂ.૮.૨૯૭ કરોડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૪.૬૮૭ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાંથી ૧૯ ઓગષ્ટ સુધીમાં પીએફએમએસ મુજબ જામનગર જિલ્લામાં ફકત ૧.૦૬૬ કરોડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૦.૬૯૬ કરોડનો  ખર્ચ કરવામાં આવ્યો છે.
​​​​​​​બીજી બાજુ ઓડીએફ પ્લસ મોડેલ ગામ જાહેર કરવાની કામગીરીમાં પણ ઘોર ઉદાસીનતા દાખવામાં આવી રહ્યાનું ફલીત થઇ રહ્યું છે. કારણ કે, જામનગર જિલ્લામાં કુ,લ ૪૧૯ પૈકી ૯૭ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૪૭ પૈકી ૬૦ ગામ હજુ ઓડીએફ પ્લસ મોડેલ એટલે કે જે ગામમાં શૌચાલયની સાથે ઘન અને પ્રવાહી કચરા નિકાલની વ્યવસ્થા હોય તે જાહેર કરવાના બાકી છે. આટલું જ નહીં જામનગર જિલ્લામાં ૬ ગામ એવા છે કે જેનું ૯૦ દીવસથી વધુ સમય અને ૨૧ગામ એવા છે કે જેને ૧૮૦ દીવસથી વધુ સમય થવા છતાં વેરીફીકેશન ન થયું હોય તેવા મોડેલ ગામ હોય ડીઆરડીએ તથા અન્ય સંબધિત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. નવાઇની વાત તો એ છે કે, જામનગર જિલ્લામાં ૫૫ ગામ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬ ગામ એવા છે કેે જેમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન ધરાવતા હોવા છતાં ઓડીએફ મોડેલ જાહેર કરવાના બાહી હોય કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે સવાલ ઉઠ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News