જામ્યુકોના સફાઇ કર્મીઓને વીજતંત્રના યુનીટની અંદર કામગીરીની ફરજનો આક્ષેપ
સોલીડ વેસ્ટ શાખાની બેદરકારીની રાવ, કોઇ દુઘર્ટના થશે તો જવાબદારી કોની?
જામનગર મહાનગરપાલીકાના સફાલ કર્મચારીઓને વીજતંત્રના આરએમઓ યુનીટની અંદર કામગીરી કરવાની ફરજ પાડવામાં આવતી હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદૂર યુનીયને કર્યો છે. આ કામગીરી દરમ્યાન કોઇ જીવલેણ દુઘર્ટના થશે તો જવાબદારી કોની તે સવાલ ઉઠયો છે.
જામનગર રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદૂર યુનીયનના પ્રમુખ મહેશ બાબરીયાએ નિવેદનમાં જણાવ્યાનુસાર મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮ના સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ દ્ગારા સફાઈ કમેચારીઓને વીજતંત્રની રેલીંગની અંદર સફાઈ કરવા ફરજ પાડવામાં આવી રહી છે. આ કામગીરી સફાઈ કર્મચારીઓમાં આવતી નથી.
સફાઈ કર્મચારીઓ જીવનાં જોખમે આ કામગીરી કરે છે. આ કામગીરી કરતા સફાઈ કર્મચારીઓ સાથે કોઇ ગંભીર અકસ્માત થશે તો જવાબદારી કોની તે સવાલ ઉઠાવ્યો છે. આટલું જ નહીં આ બાબતે કમિશનર દ્રારા યોગ્ય તપાસ કરવામાં આવે તે માંગણી પણ કરી છે.જો આ બાબતે પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.