દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રા
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ ઉપક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા કલ્યાણપુર ખાતે યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરીથી શરૂ કરીને બજારના મુખ્ય માર્ગ પર થઈને કર્મયોગ વિધાલય સુધી આ યાત્રા યોજાઈ હતી.
તિરંગા યાત્રામાં મામલતદાર આર.એચ.સુવા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર સહિત સામાજિક આગેવાનો, ગ્રામજનો, અધિકારી-કર્મચારીઓ, પોલીસ જવાનો અને શાળા-કોલેજના વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહ અને ગૌરવભેર જોડાયા હતાં.