જામનગર: પાવરચોરીના કેસમાં ત્રણ ગણો દંડ તથા ઉપકરણો જપ્ત કરી સરકારી ખાલસા કરવાનો હુકમ
જામનગર: પાવરચોરીના કેસમાં ત્રણ ગણો દંડ તથા ઉપકરણો જપ્ત કરી સરકારી ખાલસા કરવાનો હુકમ
September 03, 2026 01:02 PM
જામનગર: પાવરચોરીના કેસમાં ત્રણ ગણો દંડ તથા ઉપકરણો જપ્ત કરી સરકારી ખાલસા કરવાનો હુકમ
ગત તા. ૦૩/૦૩/૨૦૨૩ ના રોજ ચેકીંગ અધિકારી એમ. ડી. પટેલ અને તેના સ્ટાફ ધ્વારા સાત રસ્તા સબ ડીવીઝન હેઠળ આવતાં મહાકાળીના મંદિર રહેણાંક મકાનમાં ધીરૂભા લખુભા જાડેજાની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ ધ્વારા તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાય ગયેલ જેથી ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર - ૪ તૈયાર કરવામાં આવેલ ત્યારબાદ ફરીયાદી પંકજકુમાર ગોવિંદભાઈ શાહ કે જેઓ સાત રસ્તા સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ આ કામના આરોપી ધીરૂભા લખુભા જાડેજા વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ-૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરેલ.
ત્યારબાદ સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ-૫ સાક્ષી અને ૧૯ - દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકારી વકીલ હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલ ધ્વારા આરોપીને ધીરૂભા લખુભા જાડેજાને પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે અને જો આરોપી ધ્વારા ૩૦ દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતાં.