BREAKING NEWS

દેવભુમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ૪૫ સ્થળોએ કિસાન ઉત્સવનું આયોજન

  • October 29, 2026 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભુમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ૪૫ સ્થળોએ કિસાન ઉત્સવનું આયોજન

ખેડુતો કિસાન ઉત્સવ ઉજવણીમાં જોડાઈ પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળશે

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાજ્યમાં ૩૦ ઓક્ટોબરે યોજાનારા પી.એમ. કિસાન સમ્માન નિધિના ૨૪માં હપ્તાની ચૂકવણીનો કાર્યક્રમ યોજાનાર છે. જેની સાથે સાથે તમામ જિલ્લાઓમા જિલ્લા કક્ષા તેમજ જિલ્લા પંચાયત સીટ દીઠ ૨ કાર્યક્રમો યોજાનાર છે, જેમાં પ્રધાનમંત્રીના ઉદબોધનનું લાઇવ ટેલિકાસ્ટ અને કિસાન દિવસ ઉજવણી કરવામાં આવશે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખંભાળિયામાં એ.પી.એમ.સી. ખાતે યોજાશે. 
​​​​​​​
જિલ્લા પંચાયત સીટ દીઠ યોજાનાર કાર્યક્રમોમાં ૧-બજાણા સીટનો કાર્યક્રમ ભંડારિયામાં પ્રાથમિક શાળા મેદાન, જુના તથિયામાં ગ્રામ પંચાયત મેદાન ખાતે યોજાશે. ૨-બરડીયા હેઠળ બરડીયા પ્રાથમિક શાળા અને ગોરીન્જા માધ્યમિક શાળાએ, ૩- ભાડથર સીટ હેઠળ ઠાકર શેરડી તથા લલિયા પ્રા. શાળાએ, ૪ - ભાટીયામાં ભાટિયા તાલુકા શાળાએ અને કેનેડીમાં કન્યા શાળાએ, ૫-ભોગાત હેઠળ સત્તાપરમાં પ્રા.શાળા અને બાંકોડીમાં તાલુકા શાળાએ, ૫- ચારબારા હેઠળ બેરાજા અને હંજડાપર પ્રા. શાળાએ, ૭-ધરમપુર હેઠળ હાપીવાડી પ્રા. શાળા અને આંબાવાળી પ્રા. શાળાએ, ૮- ધતુરીયા હેઠળ દુધિયામાં નવી આહિર સમાજ વાડી અને ડાંગરવડમાં પ્રા. શાળા ખાતે કાર્યક્રમો યોજાશે. 

૯-ઢેબર સીટ નો કાર્યક્રમ જારેરા પ્રા.શાળા મેદાન અને દુધાળામાં શિવ મંદિર ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ૧૦-હર્ષદપુર હેઠળ કુવાડીયા અને કોઠા વિસોત્રી પ્રા. શાળાએ, ૧૧-કલ્યાણપુર હેઠળ જામપર પ્રા. શાળા અને અને હરિપર માધ્યમિક શાળાએ,  ૧૨ -લાંબા હેઠળ લાંબા અને દેવળિયા તાલુકા શાળાએ, ૧૩ - મીઠાપુર હેઠળ વસઈ અને ગઢેચી પ્રા. શાળાએ, ૧૪-મોટા કાલાવડ હેઠળ ફતેપુર અને મોડપર પ્રા. શાળાએ, ૧૫-નંદાણા હેઠળ મોટા આસોટામાં આહિર સમાજ વાડી અને નંદાણામાં બ્રાન્ચ શાળાએ,   ૧૬-રાણ હેઠળ રાણ તાલુકા શાળા અને જુવાનપુર કુમાર શાળાએ,  ૧૭-સણખલા હેઠળ સણખલા અને રૂપામોરા પ્રા. શાળાએ, ૧૮-શક્તિનગર હેઠળ શક્તિનગર બી.આર.સી. યુનિટ ભવન અને રામનગર ગ્રામ પંચાયત કચેરી મેદાનમાં, ૧૯ - વાડીનાર હેઠળ વાડીનાર અને ભરાણા પ્રાથમિક શાળાએ, ૨૦-વડત્રા હેઠળ મોવાણ અને કેશોદ પ્રા. શાળાએ, ૨૧-વરવાળા હેઠળ વરવાળા અને ભીમરાણા પ્રા. શાળાએ, ૨૨- વેરાડ અંતર્ગત વેરાડ ધર્મશાળા મેદાન અને શેઢાખાઈ પ્રાથમિક શાળા મેદાનમાં કિસાન દિવસ ઉજવણી કાર્યક્રમો યોજાશે, જેમાં ગામ આગેવાનો અને ખેડુતો જોડાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application