વાલાસણમાં બે પત્તાપ્રેમી પકડાયા, ત્રણ ફરાર : રોકડ અને સાહિત્ય કબ્જે
જામનગરના તાળીયા હનુમાન મંદિર પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા મહિલા સહિત ૬ ની અટકાયત કરવામાં આવી હતી જયારે જામજોધપુરના વાલાસણ ગામમાં જુગાર રમતા બે પકડાયા હતા અને ૩ નાશી ગયા હતા.
જામનગરના સીટી-બી ડીવીઝન સ્ટાફને મળેલ બાતમીના આધારે તાળીયા હનુમાન મંદિર નજીકના વિસ્તારમાં જાહેરમાં ગોળ કુંડાળુ વાળીને તિનપતીનો જુગાર રમતા ગુલાબનગર ક્રિષ્નાપાર્કના હારૂન ઇબ્રાહીમ આમરોણીયા, ગુલાબનગરના ફારૂક નિઝામ બાબવાણી, અખાડા ચોકના રમઝાન હુશેન સમા, અયોઘ્યા સોસાયટીના ભરતસિંહ ઉમેદસિંહ વાઘેલા, પોરબંદર એસટી રોડ પર રહેતી શહેનાઝબેન નઝીર તાયાણી અને ગુલાબનગરના રૂકશાનાબેન જાવીદ સમાની અટક કરી રોકડા ૧૦૬૦૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
બીજા દરોડામાં જામજોધપુર તાલુકાના વાલાસણ ગામના પાદરમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા વાલાસણના મામદ મુસા બુકેરા અને હાલ રહે. રાજકોટ આવાસ ચંદુલાલ મોહન સીંગરખીયાની અટકાયત કરી રોકડા ૩૬૧૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા, જયારે દરોડા વખતે વાલાસણ ગામના જેન્તી જીવા વારસકીયા, અનિલ કરશન વાઘેલા અને વિનય મનસુખ મકવાણા નામના શખ્સો નાશી ગયા હતા.