BREAKING NEWS

જામનગર : જાનથી મારી નાખવાની ઘમકી આપી દુષ્કર્મ આચરનાર આરોપીની જામીન અરજી ફગાવતી પોકસો કોર્ટ

  • October 26, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : જાનથી મારી નાખવાની ઘમકી આપી દુષ્કર્મ આચરનાર આરોપીની જામીન અરજી ફગાવતી પોકસો કોર્ટ

ફરીયાદી દ્વારા આરોપી મેસુર મીયાજરભાઈ કેસૂર વિરૂધ્ધ બીએનએસની કલમ તથા પોકસો એકટની કલમ અન્વયે ફરીયાદ નોંધાવેલ કે ફરીયાદીની પુત્રીને ઉબકા આવતા તેને આ અંગે પુછતા તેને ફીનાઈલ પી લીધાનું જણાવતા ૧૦૮ મારફત હોસ્પીટલ લઈ ગયેલ અને ત્યારબાદ ફરીયાદી દ્વારા પુછતા સગીરાએ જણાવેલ કે આ કામના આરોપી મેસુરની દુકાને નાસ્તો લેવા ગયેલ હોય તેને મારો મોબાઈલ નંબર માંગેલ પરંતુ મે મોબાઈલ નંબર આપવાનીના પાડતા ત્યારબાદ આરોપીએ સગીરાને ઈન્ટાગ્રામ આઈડી ઉપર મેસેજ મોકલેલ પરંતુ સગીરાએ આરોપીને બ્લોક કરી દીધો હતો અને ત્યારબાદ સગીરા આ કામના આરોપીની દુકાને વસ્તુ લેવા ગયેલ ત્યારે આરોપીએ તેની સાથે શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ પણ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો પરંતુ આરોપી જૂગાર રમતો અને દારૂ પીતો જેથી સગીરાએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરતા આરોપીએ ધમકી આપેલ કે તારા ભાઈ અને તારા પિતાને જાનથી મારી નાખીશ તેવુ કહેતા સગીરાને લાગી આવતા સગીરાએ ફીનાઈલ પી લીધેલ અને આ અંગેની વાત તેની માતાને કરતાં તેની માતા દ્વારા આરોપી વિરૂધ્ધ ધ્રોલ પો. સ્ટે. માં ફરીયાદ નોંધાવી.

પોલીસ દ્વારા આ કામના આરોપી મેસુર મીયાજરભાઈ કેસુરને ઘરપકડ કરી જેલ હવાલે કરતાં આ કામના આરોપીએ પોતાના વકીલ મારફત પોકસો કોર્ટમાં જામીન અરજી દાખલ કરી રજુઆત કરેલ તેની સામે સરકારી વકીલ હાજર થઈ દલીલ કરેલ તમામ દલીલો ધ્યાને લઈ વી. પી.અગ્રવાલ દ્વારા આરોપી મેસુર મીયાજરભાઈ કેસુરની જામીન અરજી ફગાવેલ છે.આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application