દેવભૂમિ દ્વારકા: દ્વારકાધીશ મંદિર આસપાસ ભિક્ષુકો તથા ફેરિયાઓ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શાનાર્થે પધારતાં હોય છે, જે ધ્યાને લઈ મંદિરની આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફેરિયાઓના કારણે ભાવિકોને અવરજવર કરવામાં મુશ્કેલી, ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ, ટ્રાફિક તથા વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે અને ફેરિયા/ભિક્ષુકોની આડમાં ચોરી અને લુંટ થતી રોકવા પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા દ્વારા મંદિરની આસપાસ ભિક્ષુકો તથા ફરતા ફેરીયાઓ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે.
આ જાહેરનામા મુજબ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકાની ૧૦૦ (સો) મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૨૧/૦૯/૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.