જામનગર: ૧૭ ઓગસ્ટે બીએમએસ દ્વારા મજુર વિરોધી નીતી સામે ધરણા, આવેદન
ભારતીય મઝદૂર સંઘ ચોક્કસ સિદ્ધાંતો અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલુ સંગઠન હોવાથી ૭૧ વર્ષ જેટલા લાંબા સમયથી એક ટ્રેડ યુનિયનની સાથોસાથ પારિવારીક ભાવનાથી શરૂ થયેલ આ સંગઠન હાલઆશરે ૮૦૦૦ જેટલા ગ્રેડ યુનિયનો ધરાવતું અને સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું એક માત્ર શ્રમિક સંગઠન છે જેમાં સંગઠીત અને અસંગઠીત બંને પ્રકારના શ્રમિકો જોડાયેલા છે. ભારતીય મઝદૂર સંઘ ૭૧ વર્ષની લાંબી મજલ કાપીને વિશ્ર્વના સૌથી મોટા શ્રમિક સંગઠન તરીકે પ્રસ્થાપિત થયેલું છે.
ભારતીય મઝદૂર સંઘની કેન્દ્રીય કાર્યસમિતિની બેઠબ તા.૨૬,૨૭,૨૮ જુલાઇ ૨૦૨૬ રાંચી (ઝારખંડ) ખાતે મળીતેમાં શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્ર્નો બાબતે તા.૧૭-૮-૨૬ના રોજ ગુજરાત રાજયના તમામ જિલ્લાની કલેકટર કચેરી ખાતે ધરણાં, આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ નકકી થયેલ છે. તે મુજબ જામનગર ખાતે પણ આ કાર્યક્રમ કરવામાં આવેલ છે.
લઘુતમ વેતન માસિક રૂ.૩૦,૦૦૦ કરવામાં આવે, ઇએસઆઇ પગાર મર્યાદા રૂ. ૨૧,૦૦૦ વધારીને રૂ. ૪૨,૦૦૦ ની કરવામાં આવે, ઇપીએસ પેન્શન ઓછામાં ઓછું માસિક રૂ.૭૫૦૦ + મોંઘવારી ભથ્થુ+ચિકિત્સા યોજના આપવામાં આવે, ઇપીએફ પગાર મર્યાદા રૂ.૧૫૦૦૦ થી વધારીને ૩૦૦૦૦ કરવામાં આવે, બોનસ ગણતરી મર્યાદા રૂ. ૭૦૦૦થી વધારીને રૂ.૧૮૦૦૦ ની કરવામાં આવે, બોનસ પગાર મર્યાદા રૂ. ૨૧,૦૦૦ થીવધારીને રૂ. ૪૨,૦૦૦ની કરવામાં આવે, આંગણવાડી, આશાવર્કરો અને મઘ્યાહન ભોજન યોજનાના કામદારોના માનદવેતનમાં વધારો કરવામાં આવે. સમાન કામ માટે સમાન વેતન મળવું જોએ, શ્રમ સંહિતામાં શ્રમ વિરોધી જોગવાઇઓ દુર કરવી જોઇએ., આઠમા પગાર પંચની સતવરે અમલાવારી કરવી જોઇએ, જુની પેન્શન સ્કીમનો લાભ આપવો જોઇએ. સહિતની માંગ કરવામાં આવનાર છે. તેમ પ્રમુખ મનીષ બી. ગોહીલની યાદીમાં જણાવાયું છે.