BREAKING NEWS

જામનગર: કાલાવડના ગોલણીયા નજીક દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

  • October 26, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડના ગોલણીયા નજીક દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો 

૮૦૦ લિટર આથો અને ૪ પ્લાસ્ટિકનાં બેરલ કબ્જે : એક ઝબ્બે : બે  ફરાર

કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે ગોલણીયા ગામથી નાગપુર ગામ તરફ જતા રસ્તા નજીક બાવળની કાંટમાં ચાલતી દેશી દા‚ બનાવવાની પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ૮૦૦ લિટર આથો તથા પ્લાસ્ટિકનાં ચાર બેરલ સહિત કુલ રૂ. ૨૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ તા. ૨૪ ઓક્ટોબરની રાત્રે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ અંગે બાતમી મળતાં પોલીસે ગોલણીયા ગામથી નાગપુર તરફ જતા માર્ગ પર દરોડો પાડ્યો હતો.પોલીસને બાવળની કાંટમાં પ્લાસ્ટિકનાં ચાર બેરલ મળી આવ્યાં હતાં. તપાસ દરમિયાન બેરલમાં દેશી દારૂ બનાવવા માટેનો આથો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. 

પોલીસે આઠસો લિટર આથો, જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ થાય છે, તેમજ રૂ. ૮૦૦ની કિંમતનાં ચાર પ્લાસ્ટિકનાં બેરલ મળી કુલ રૂ. ૨૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.દરોડા દરમિયાન પોલીસે નાગપુર ગામના રહેવાસી નરેન્દ્રભાઈ ભોજાભાઈ સીંગલ (ઉં.વ. ૨૫)ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ પ્રવૃત્તિમાં નાગપુર ગામના જ જીતેશભાઈ સોલંકી અને સુરેશભાઈ માવજીભાઈ પરમાર પણ સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી હતી. જોકે, દરોડા સમયે આ બંને શખ્સો સ્થળ પર હાજર મળ્યા ન હતા.આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપાયેલા શખ્સ સહિત ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એફ) અને ૮૧ હેઠળ ગુનો નોંધ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application