BREAKING NEWS

ભરવાડ સમાજની ધાર્મિક લાગણી દુભાતા જામનગરમાં શુક્રવારે રેલી

  • July 21, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરવાડ સમાજની ધાર્મિક લાગણી દુભાતા જામનગરમાં શુક્રવારે રેલી

સોશ્યલ મિડીયામાં એઆઇ જનરેટ તસવીરો વાયરલ કરાતા ભરવાડ સમાજમાં રોષ : ડીએસપીને પાઠવાશે આવેદનપત્ર 

જામનગર જિલ્લા ભરવાડ સમાજની ગુરુગાદીના મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજ્યશ્રી ધનશ્યામપુરીજી બાપુ જેના દ્વારા સમસ્ત ભરવાડ સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટે તે માટે અવિરત જુદી જુદી શૈક્ષણિક સંસ્થોમાં માતબર દાન આપવામાં આવે છે અને તેઓ શિક્ષણના કાયમી પથદર્શક રહ્યા છે. 

જેમના દ્વારા હાલ પાટણ અને રાધનપુર ખાતે શિક્ષણ માટે જનીમની ખરીદી કરી દીકરી અને દીકરાઓ માટે વિશાળ શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ ચાલી રહેલ છે. પૂજ્ય બાપુ દ્વારા જામનગરમાં માતૃશ્રી બેનાબેન એચ. સરસીયા ભરવાડ સમાજ કન્યા છાત્રાલય જમીન ખરીદીમાં દાન રૂ. ૧૧,૦૦,૦૦૦ લાખનું દાન વર્ષ - ૨૦૧૩-૧૪ માં મળેલ છે તથા તેઓ આ સંથાના ટ્રસ્ટી અને માર્ગદર્શક છે. 

હાલમાં નાઘેડી સંકુલમાં ૧૬૦ ભરવાડ સમાજની દીકરીઓ તથા ૨૪૦ તમામ સમાજની દીકરીઓ ધોરણ - ૯ થી ૧૨ નો અભ્યાસ કરે છે અને આ શાળાનું ધોરણ - ૧૨ બોર્ડનું ૧૦૦% પરિણામ તથા ધોરણ - ૧૦ નું ૯૫% પરિણામ આવેલ છે. તાજેતરમાં પૂજ્ય બાપુ તથા આ સંસ્થાનો ટુકા ગળાનો શૈક્ષણિક વિકાસ જોઈ ઈર્ષાળુ માણસો દ્વારા સોસીયલ મીડિયામાં જનરેટેડ તસ્વીરો વાયરલ કરી બેબુનીયાદી આક્ષેપો કરવામાં આવેલ જે વિરુધ્ધ તા.૧૫/૦૭/૨૦૨૬ ના રોજ નાઘેડી કન્યા છાત્રાલય મુકામે જામનગર, દેવભૂમિ દ્વારકા તથા રાજકોટ ભરવાડ સમાજના આગેવાનોની એક મિટિંગ મળેલ જેમાં પૂજ્ય બાપુની તસ્વીરો આ સંસ્થાને સાથે સાંકળી વાયરલ કરતા સમાજની ધાર્મિક લાગણીઓ દુભાતા શબ્દ સ્વરૂપે રજુ કરી સોસોયલ મીડિયાની તસ્વીરો ફેલાવનાર વ્યક્તિની સખત નિંદા કરેલ છે અને વાખોડેલ છે.

આ મિટિંગમાં જામનગર જિલ્લા ભરવાડ સમાજના આગેવાનો તથા ટ્રસ્ટી  વિરમભાઇ વકાતર, મચ્છાભાઈ ઠુંગા, ભુરાભાઈ ઠુંગા, સવાભાઈ ઝાપડા  સાથે બહોળી સંખ્યામાં આગેવાનો, યુવા અગ્રણી અને વાલીગણ હાજર રહ્યા હતા અને ભરવાડ સમાજની લાગણીઓ દુભાતા આ બાબતે આગળ કાયદાકીય કાર્યવાહી કરવા તથા રજૂઆત કરવા તા.૨૪/૦૭/૨૦૨૬ ના સવારે ૧૦:૦૦ કલાકે લાલ બંગલા સર્કલ થી રેલી સ્વરૂપે ડી.એસ.પી. કચેરીએ જઈ આવેદન પત્ર આપવા જવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application