BREAKING NEWS

જામનગર: બાલા હનુમાન ખાતે ચાલતી ઐતિહાસિક રામધૂનનો ૬૩માં વર્ષમાં પ્રવેશ

  • August 03, 2026 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: બાલા હનુમાન ખાતે ચાલતી ઐતિહાસિક રામધૂનનો ૬૩માં વર્ષમાં પ્રવેશ

પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની દિવ્ય પ્રેરણાથી પ્રજ્જવલિત ભકિત જયોત: રર૬૪૪માં દિવસે પણ અવિરત ગુંજતો રામનામનો મહામંત્ર

વિશ્ર્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરે કુદરતી કે માનવસર્જીત આફતો વચ્ચે પણ અવિરત ચાલતી અખંડ રામધુન: મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભકતો જોડાયા

આજથી ૬૨ વર્ષ પુર્વે રામભકત શ્રી પ.પુ. પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા એક અનોખી ભકિતની પહેલ શ‚ કરવામાં આવી હતી. જામનગરમાં સ્થિત બાલાહનુમાન મંદિરે રામધુનનો પ્રારંભ કરાયો હતો. ત્યારથી હાલ અત્યાર સુધી સતત ૨૨૬૪૪ દિવસે પણ શ્રી રામ જય રામ જય જય રામનો નાદ ગુંજી રહ્યો છે. આ રેકોર્ડ ગ્રીનીશ બુકમાં પણ નોંધાયો છે, વિશ્ર્વ પ્રસિદ્ધ બાલાહનુમાનનાં મહંત સ્વ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણાથી આ રામધુન અન્ય છ ધાર્મિક સ્થળોએ અવિરત ચાલુ છે જેમાં બેટ દ્વારકા ખાતે આવેલ દાંડી હનુમાન, રાજકોટ, મહુવા, પોરબંદર, ભાવનગર, સહિતના સ્થળો પર અખંડ રામધુનનો નાદ ગુંજી રહ્યો છે. ૧ ઓગસ્ટે ૬૩માં વર્ષમાં જામનગરમાં ચાલી રહેલી અખંડ રામધુનનો મંગલ પ્રવેશ  થયો હતો ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આરતીમાં બહોળી સંખ્યામાં રામ ભકતો જોડાયા હતા અને રામનામના જયઘોષથી મંદિર પરિસર તેમજ છોટી કાશી ગુંજી ઉઠયું હતું. 
વિશ્વવિખ્યાત બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે  તા. ૧ ઓગસ્ટ, ૧૯૬૪ના રોજ પૂજ્ય શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલી અખંડ શ્રી રામ જય રામ જય જય રામ રામધૂને શનિવારે ૬૨ વર્ષ પૂર્ણ કરીને ૬૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. આ અવસરે મંદિર ખાતે સાંજે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી.

બાલા હનુમાન મંદિરની અખંડ રામધૂન ગઈકાલે તેના ૨૨,૬૪૪મા દિવસે પણ અવિરત ચાલુ છે. દિવસ-રાત સતત ચાલતી આ રામધૂનને કારણે જામનગરના બાલા હનુમાન મંદિરને વિશ્વભરમાં આગવી ઓળખ મળી છે અને આ અનોખી પરંપરાએ બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

દિવંગત સંત શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે પ્રારંભ કરાવેલી આ અખંડ રામધૂન છેલ્લા છ દાયકાથી વધુ સમયથી કોઈપણ કુદરતી કે માનવસર્જિત આફતો વચ્ચે પણ અવિરત ચાલુ રહી છે. રામનામના આ મહામંત્ર દ્વારા લાખો ભાવિકોમાં ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ પ્રસર્યો છે.

૬૩મા વર્ષના પ્રારંભ નિમિત્તે યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર રામનામના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું અને ભાવિકોએ વિશ્વકલ્યાણ તથા સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application