BREAKING NEWS

વનતારા માણિકી માટે સાબિત થઇ સંજીવની

  • June 30, 2026 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

વનતારા માણિકી માટે સાબિત થઇ સંજીવની

વર્ષોથી પીડા ભોગવતા અને ખોડખાંપણ સુધી પહોંચેલા હાથીને સારવાર

ઈલાજ, સંભાળ અને સાર્વત્રિક સુખાકારીપૂર્ણ જીવન માટે આગમન

​​​​​​​​​​​​​​
૪૮ વર્ષથી ચાલતી માણિકીની ચાલનું દરેક ૫ગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીઘે તેના પ્રચલનને અસર થવા લાગી હતી. બીજીતરફ વધતી વયે આરોગ્યની સમસ્યાઓ, ઘામાં લાગેલો ચેપ, એક આંખમાં નબળી દ્રષ્ટિ, ડિહાઇડ્રેશન અને શરીરની નબળાઈની સ્થિતિએ તેની પીડા અસહ્ય કરી દીધી છે. ૫રંતુ હવે એ જ માણિકી સારવાર માટે વનતારા આવી છે.

માણિકીને સારવાર માટે લઈ જવાતી હતી ત્યારે આસામના હાઇવે ઉ૫ર પીડાદાયક રીતે લંગડાતી સ્થિતિમાં તેનો એક વીડિયો વાઈરલ થયો. આ પછી તેની સ્થિતિ લોકોના ધ્યાન પર આવી હતી. આ દ્રશ્યોએ દેશભરના લોકોના હૈયા હચમચાવી દીધા. ચિંતિત નાગરિકો, પ્રાણી કલ્યાણનું કાર્ય કરતા લોકો અને જાહેર જનતા તેની સંભાળ માટે તાત્કાલિક સહાય મેળવવા એકઠા થયા. તેને બચાવવાની અરજીઓ પર હસ્તાક્ષરો થયા, અપીલો કરાઈ, અને માણિકીની આ પીડા સામૂહિક ચિંતાનો વિષય બની.

માણિકીને લાંબો સમય હોસ્પિટલ-આધારિત સારવારની જ‚ર હોવાનું સ્વીકારતા, તેની માલિક રુચિ ચેતિયાએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી પીડિત વન્ય જીવોના બચાવ અને સંભાળ રાખતી સમિતિને પત્ર લખીને વિનંતી કરી કે માણિકીને અદ્યતન સારવાર અને લાંબાગાળાની સંભાળ માટે વનતારામાં સ્થળાંતરિત કરવામાં આવે. આ સમિતિ ઉ૫રાંત આસામ અને ગુજરાત સરકારની જરૂરી મંજૂરીઓ સાથે હવે માણિકીને સુરક્ષિત રીતે વનતારા- જામનગર પહોંચાડી દેવાઈ છે. વનતારામાં માણિકીને અદ્યતન હોસ્પિટલની સંભાળ, સતત સારવાર અને તેના આરામ અને સુવિઘા સમાન કાયમી ઘર મળશે.

વનતારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે: માણિકીનો હેલ્થ રિપોર્ટ દર્શાવે છે કે તેને સુરક્ષિત અને વિશિષ્ટ સંભાળના વાતાવરણમાં સર્વગ્રાહી પશુચિકિત્સા કાળજીની જરૂર છે. તેની નબળી ચાલ, લંગડાપણું, ડિહાઇડ્રેશન, નબળી શારીરિક સ્થિતિ, ઘામાં લાગેલો ચેપ અને અન્ય આરોગ્યલક્ષી સમસ્યાઓ એક સંરચિત લાંબાગાળાની સારવારની માગ કરે છે. 

અમારી તાકીદની પ્રાથમિકતાઓમાં દવા, હાઇડ્રોથેરાપી અને એક્યુપંક્ચર દ્વારા પીડા ઘટાડવી, ઘાની સંભાળ અને ફરીથી તેને પોષણ પ્રાપ્ત થાય તે સામેલ છે. આ બધું તેની સુખાકારી અને ફરી સાજા થવાની જરૂરિયાતો દ્વારા સંચાલિત છે. અમે અધિકારીઓના સમયસર હસ્તક્ષેપ અને શ્રી રુચિ ચેટિયાના માહિતીપૂર્ણ નિર્ણય માટે આભારી છીએ, જેનાથી માણિકીને તાત્કાલિક સંભાળ માટે વનતારામાં ખસેડવામાં મદદ મળી. 

પરંતુ માણિકીનો ઉપચાર દવાથી પણ આગળ વધશે. અહીંની નરમ માટી અને કુદરતી વાતાવરણ તેના ઘાયલ પગ પર દબાણ ઓછું કરવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત કુદરતી તળાવો સુધીની પહોંચ તેના અંગો પરના વજનને હળવું કરવામાં મદદ કરી શકે છે. અહીં કુદરતી રીતે ચારો શોધવાની તકો અને અન્ય હાથીઓના સંગાથ થકી તેને દરરોજે જરૂરી સંભાળ, આરામ અને ગરિમા પ્રાપ્ત થશે.

માણિકીનું રેસ્ક્યુ એ વાતની યાદ અપાવે છે કે સહિયારા અવાજ, જવાબદારીપૂર્ણ પસંદગીઓ અને સંકલિત પ્રયાસો થકી પ્રાણીઓના જીવનનો માર્ગ બદલી શકાય છે. જરૂરી સમર્થન અને મંજૂરીઓ સાથે, માણિકી પાસે હવે સુરક્ષિત અને વધુ આરામદાયક ભવિષ્યની તક છે. માણિકી માટે, પીડાદાયક ચાલનો અંત આવ્યો છે. વનતારામાં, તે ઉપચાર, સંભાળ અને શાંતિનો એક નવો અધ્યાય શરૂ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application