BREAKING NEWS

રાજકોટને ઉનાળો પાર ઉતારવા આજી ડેમ નર્મદા નીરથી પૂર્ણ સપાટીએ ભરાયો

  • February 14, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ૨૫ લાખની વસતીને ઉનાળો પાર ઉતારવા આજી-૧ ડેમ અને ન્યારી-૧ ડેમમાં મહાપાલિકાની માંગણી મુજબ સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરાયું હતું, દરમિયાન હાલ આજી-૧ ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો છે. જ્યારે કુલ ૨૫ ફૂટની ઉંડાઇના ન્યારી-૧ ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું ચાલુ છે અને આજની સ્થિતિએ ન્યારીની સપાટી ૨૨ ફૂટે પહોંચી છે. એકંદરે આ ઉનાળે રાજકોટ શહેરને પાણી પ્રશ્નની ચિંતા નહીં સતાવે તે નિશ્ચિત છે.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના મુખ્ય જળસ્ત્રોત કુલ ૨૯ ફૂટની ઉંડાઇના આજી-૧ ડેમની સપાટી આજની સ્થિતિએ ૨૮.૨૧ ફૂટ છે. સૌની યોજનાના નર્મદા નીરથી ડેમ ઓવરફ્લો ન થઇ જાય તે માટે નર્મદા નીર બંધ કરાયું છે. આજની સ્થિતિએ ડેમમાં ૯૧૮ એમસીએફટી જીવંત જળ જથ્થો સંગ્રહિત છે, જે માર્ચથી જૂન સુધીના ઉનાળાના ચાર મહિના માટેનો પર્યાપ્ત જથ્થો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જ્યારે પશ્ચિમ રાજકોટના મુખ્ય જળ સ્ત્રોત કુલ ૨૯ ફૂટની ઉંડાઇના ન્યારી-૧ ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવતા ડેમની સપાટી આજની સ્થિતિએ ૨૨ ફૂટે પહોંચી છે. સૌની યોજનાના નર્મદા નીરનો ૬૪ ક્યુસેકનો ઇન ફલો છે. હાલ સુધીમાં ન્યારી ડેમમાં ૩૮૫ એમસીએફટી નર્મદા નીર ઠલવાયું છે. ડેમની સપાટી ૨૫ ફુટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application