જામનગરમાં લઘુતમ તાપમાનમાં ૬ ડીગ્રીનો ઘટાડો, શિયાળાનો પ્રારંભ
એક જ દિવસમાં ભેજમાં ૨૨ ટકાનો ઘટાડો:પવનની ગતિ સ્થિર
જામનગર સહિત હાલારવાસીઓ શિયાળાની આતુરતાપૂર્વક રાહ જોતા હતા આજે હવામાન વિભાગના આંકડા તેમ વ્હેલી સવારે અનુભવાયેલ ઠંડા પવન મુજબ ઠંડીનું આગમન અનુભવાયું હતું, લધુત્તમ તાપમાન તેમજ ભેજના પ્રમાણમાં એક જ દિવસમાં માતબર ઘટાડો નોંધાયો છે.અત્રે ઉલ્લેખનીય છે,કે છેલ્લા બે દિવસ તાપમાનનો પારો સ્થિર હતો.
જિલ્લા કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર લધુત્તમ ૨૧.૮,મહતમ તાપમાન ૩૩.૮, હવામાં ભેજનંન પ્રમાણ ૫૮ ટકા તથા પવનની ગતી ૪.૧ રહેવા પામી છે, બુધવારે લઘુતમ તાપમાન ૨૮, મહતમ તાપમાન ૩૨ અને હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા નોંધાયું હતું,જ્યારે પવનની ગતિ ૪ ની રહેવા પામી હતી.
એક જ દિવસમાં લઘુતમ તાપમાન તથા હવામાં ભેજના પ્રમાણમાં માતબર ઘટાડો થતાં વ્હેલી સવારે ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો,જો કે હજુ સ્વેટર,મફલર પહેરવા પડે તેવી ઠંડી ન હોતી છતાં આજથી ઠંડીનો શુભારંભ જોવા મળ્યો છે, આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવન ’ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અગામી ત્રણ દિવસમાં તપામાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું જોર વધશે.
સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆતમાં જ શિયાળો જમાવટ બોલાવે છે. પરંતુ આ વર્ષે નવેમ્બર અડધું વીતી ગયું હોવા છતાં શિયાળો બરાબર જામ્યો નથી. ફક્ત વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક રહે છે. જ્યારે બપોરે તડકો અને ગરમી અનુભવાય છે.
ગઈકાલે જ્યારે ઓખા, દ્વારકામાં તો શિયાળામાં પણ લઘુત્તમ તપામાન ૨૩થી ૨૫ ડિગ્રી.નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડશે. જેથી શનિવાર સુધી ઠંડીનો જોર વધી શકે છે. જો કે બાદમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધશે. એટલે કે, ડિસેમ્બરથી શિયાળો તેના અસલ મિજાજમાં જોવા મળે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application