જામનગરમાં યુવકની હત્યાકાંડમાં આરોપી પત્ની, પ્રેમી સહિત ત્રણની અટકાયત
ગુમશુદા અરજીની તપાસમાં બે વર્ષ પુર્વેની મર્ડર મિસ્ટ્રીનો ખોફનાક ખુલાશો...
બે વર્ષ પુર્વે ગુમ થયેલા યુવકની દામાં સાઇનાઇડ પિવડાવી ઠંડા કલેજે હત્યા કરીને કારખાનામાં દાંટી દીધો : પત્નીના અનૈતીક સબંધોમાં આડખીલીપ બનતા પતિનું કાસડ કાઢી નાખ્યુ : ક્રાઇમ પેટ્રોલ, દ્રશ્યમ કાંડ જેવી મર્ડર મિસ્ટ્રીનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ
જામનગર શહેરમાં બે વર્ષ પહેલા ગુમ થયેલા એક યુવાનના પ્રકરણમાં ગુમસુદા અરજીની તપાસમાં ક્રાઇમ પેટ્રોલ અને દ્રશ્યમ કાંડ જેવી મર્ડર મિસ્ટ્રીનો ખોફનાક ખુલાશો થયો છે, પત્નીના અનૈતીક સબંધોમાં આડખીલીપ બનતા પતિનું પ્રેમીની મદદથી દામાં સાઇનાઇડ ભેળવીને કાસળ કાઢી નાખવામાં આવ્યુ હતું અને કારખાનામાં ૧૨ ફુટ ઉંડા ખાડામાં લાશને દાંટી દેવામાં આવી હતી. પત્નીની બોગસ કહાની પાછળ દફન રહસ્યમય ખુની ખેલનો પર્દાફાશ થતા ભારે સનસનાટી મચી જવા પામી છે, ગઇકાલે આશરે ૧૧ કલાક ખોદકામ કર્યા બાદ ઉંડા ખાડામાંથી માનવ કંકાલ બહાર કાઢીને ફોરેન્સીક લેબમાં મોકલી આપ્યુ છે, મૃતકના ભાઇ દ્વારા ૩ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા આરોપીનું પગે દબાવવામાં આવ્યુ છે.
હાલારને હચમચાવી મુકતા હત્યા કાંડની પોલીસ તપાસમાં હૃદય કંપાવનારી વિગતો સામે આવી છે જેમાં સાતીર દ્વારા કાવતરાને ઠંડા કલેજે અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે, જે મુજબ જામનગરના જીજ્ઞેશભાઇ કરમશીભાઇ માવદીયા (ઉ.વ.૩૬) નામના યુવાને પૃથ્વી નામની યુવતિ સાથે થોડા વર્ષો પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને બંને રહેતા હતા, દરમ્યાનમાં પૃથ્વીને નિલેશ કછટીયા નામના શખ્સ સાથે પ્રેમસબંધ હોય જેમાં મૃતક યુવાન આડખીલી પ બનતો હોય જેને રસ્તામાંથી હટાવી દેવા પ્રેમી પંખીડાઓએ ખતરનાક કાવત ઘડી કાઢયુ હતું.
કાવતરાના ભાગપે જીજ્ઞેશને વિશ્ર્વાસમાં લઇને આરોપીઓએ દરેડ જીઆઇડીસી શિવમપાર્ક વિસ્તારમાં દાની મહેફીલમાં બોલાવ્યો હતો અને દા સાથે સાઇનાઇડ ભેળવીને ઢીમ ઢાળી દીધુ હતું, ત્યાર બાદ ૧૨ ફુટ જેટલા ઉંડા ખાડામાં મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો, આ કૃત્ય બાદ મૃતકની પત્ની પૃથ્વીએ પોતાનું પાપ છુપાવવા સાસરીયા અને પરિવારને ગેરમાર્ગે દોરવા માટે બોગસ સ્ટોરી ઉભી કરી હતી અને સતત બે વર્ષ સુધી તેનો પતિ નોકરી માટે ઓસ્ટ્રેલીયા ગયો છે, ત્યાં કંપનીના એવા નિયમ છે કે મોબાઇલ ફોન રાખવાની કે વાત કરવાની મનાઇ છે આ રીતનું રટણ કરતી રહેતી હતી, મૃતકના ભાઇ આ બાબતે અવાર નવાર પુછપરછ કરતા હતા અને દર વખતે આરોપી પત્ની ઓસ્ટ્રેલીયાની વાત કરતી હતી એ પછી શંકા દ્રઢ બની હતી.
દરમ્યાનમાં ફરીયાદી અશોકભાઇએ ત્યારે પોતાના પિતરાઇ ભાઇ કે જેઓ ઓસ્ટ્રેલીયા જઇ રહયા છે આથી તેમણે જીજ્ઞેશભાઇનું વિદેશનું સ્થાનીક સરનામુ અને સંપર્ક નંબર માંગતા મૃતકની પત્ની સ્પષ્ટ જવાબ આપી શકી ન હતી આથી પોલીસમાં જાણ કરવાની વાત કરતા તેણી ભાંગી પડી હતી, ૩ દિવસ પહેલા મૃતકના ભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં ગુમશુદા અરજી કરવામાં આવી હતી જે અંગેની પોલીસ દ્વારા જીણવટભરી તપાસ આદરી હતી અને આરોપીઓની પુછપરછમાં ષડયંત્ર, હત્યાનો ખુલાશો થતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની અને એએસપી પ્રતિભા રાવના માર્ગદર્શન સુચના હેઠળ સીટી-બી પીઆઇ ગઢવી, એલસીબી પીઆઇ ચૌધરી અને પંચકોશી-બી પીઆઇ રાઠોડ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો દરેડ જીઆઇડીસી શિવમપાર્ક -૬ વિસ્તારમાં કે જયાં યુવાનને ખાડો કરીને દફનાવી દેવામાં આવ્યો હતો એ સ્થળે ટીમ પહોચી હતી બ્રેકર મશીન અને ડ્રીલ સહિતના સાધનોથી ખોદકામની કાર્યવાહી ગઇકાલે સવારે ૧૦ થી શ કરવામાં આવી હતી, ખોદકામ દરમ્યાન પુરાવા એકત્ર કરવા પોલીસ ઉપરાંત ફોરેન્સીક નિષ્ણાંતોની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
જમીનમાં દફન માનવ અવશેષો રાત્રીના બહાર કાઢીને એફએસએલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા અને આરોપીઓની વિધિવત અટક કરવાની તેમજ અન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે વર્ષ સુધી ગુમ વ્યકિત તરીકે નોંધાયેલા આ ખોફનાક કેસમાં પોલીસ તપાસમાં થયેલી સનસનાટીભરી કાવતરા-હત્યા પરથી પડદો ઉચકાતા ભારે ચકચાર મચી જવા પામી છે.
દરમ્યાનમાં હાપા શોમની પાછળ મુખ્યમંત્રી આવાસ એ-વીંગ બ્લોક ૭૦૨ ખાતે રહેતા અશોક ધરમશીભાઇ માવદીયા (ઉ.વ.૫૦) એ ગઇકાલે પંચકોશી-બીમાં જામનગરની પૃથ્વી ઉર્ફે ભુમીબેન જીજ્ઞેશ માવદીયા, નિલેશ મનસુખ કછટીયા અને બલવીર દેવીરામ વર્માની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૨૦૧, ૧૨૦(બી) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે આરોપી પૃથ્વીબેનએ તેના પ્રેમી નિલેશ કછટીયા તથા નિલેશના મિત્ર આરોપી બલવીર સાથે મળી જીજ્ઞેશ માવદીયાને મારી નાખવા પુર્વ આયોજીત કાવત રચેલ અને આ કાવતરાના ભાગપે ગત તા. ૩૧-૫-૨૪ રાત્રીના ૧૨ વાગ્યા પહેલાના કોઇ સમયે નિલેશ અને બલવીરે જીજ્ઞેશભાઇને દાની પાર્ટી માટે દરેડ જીઆઇડીસી શિવમપાર્ક -૬ શેરી નં. ૧૨/બી પ્લોટ ખાતે બોલાવ્યો હતો. જયાં જીજ્ઞેશનું દારૂમાં સાઇનાઇડ ઝેર નાખી પીવડાવી ખુન કરી નાખ્યા બાદ મરણજનારની લાશ છુપાવવા કારખાનામાં જ ઉંડો ખાડો ખોદી લાશ દાટી દીધી હતી, આમ ત્રણેય આરોપીઓએ કાવત રચીને યુવાનને મારી નાખી લાશ દાંટી દઇ પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હતો.
ઓસ્ટ્રેલીયા નોકરી કરે છે એવી બેવફા પત્નીની બોગસ સ્ટોરીનો અંત
પત્નીએ પ્રેમીની મદદથી પતિનું કાસળ કાઢી નાખ્યાની મર્ડર મિસ્ટ્રીનો ખોફનાક ખુલાશો પોલીસ તપાસમાં થયો છે ત્યારે પત્ની દ્વારા મૃતકના પરિવારજનોને જીજ્ઞેશ ઓસ્ટ્રેલીયા નોકરી માટે ગયો છે અને ત્યાં કંપનીમાં મોબાઇલની મનાઇ છે આ પ્રકારની સ્ટોરી ઘડી કાઢી હતી અને દર વખતે બોગસ સ્ટોરી સંભળાવતી હતી મૃતકના પરિવારને અત્યાર સુધી એ જ ભ્રમ હતો કે જીજ્ઞેશ વિદેશ ગયો છે પરંતુ તાજેતરમાં મૃતકના પિતરા ઓસ્ટ્રેલીયા જવાનો હોવાથી જીજ્ઞેશનું સરનામુ અને સંપર્ક માંગતા મૃતકની પત્ની સ્પષ્ટ જવાબ આપી શકી નહોતી અને શંકાના દાયરમાં આવી હતી અને અંતે બેવફા પત્નીની બોગસ સ્ટોરીનો અંત આવ્યો હતો.