BREAKING NEWS

જામનગર​​​​​​​ : ઝાંખર પાટીયા રોડ પર બ્લેકટ્રેપનું વહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

  • October 02, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : ઝાંખર પાટીયા રોડ પર બ્લેકટ્રેપનું વહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા



જામનગર જિલ્લામાં ખનીજચોરી અને બિનઅધિકૃત ખનિજ વહન સામે ખાણખનિજ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ ત્રણ ડમ્પર અટકાવવામાં આવ્યા હતા. જેમાં એક ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય બે ડમ્પરમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલી મર્યાદા કરતાં વધુ જથ્થામાં ખનિજ એટલે કે ઓવરલોડ વહન કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

ખાણખનિજ વિભાગની ટીમે ત્રણેય ડમ્પર કબજે કરી આશરે રૂ.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનો તથા મુદ્દામાલનો કબજો રાજશ્રી સ્ટોન ક્રશર ખાતે સોંપવામાં આવ્યો હતો. આ મામલે ખાણખનિજ વિભાગ, જામનગર દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી ખાણખનિજ વિભાગની ટીમના નિખીલભાઈ અને નૈતિકભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અને ઓવરલોડિંગ સામે વિભાગની સતત કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application