↵ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા પ્રશિક્ષણ વર્ગનું કરાયું આયોજન
ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રશિક્ષણ વર્ગ એ પાર્ટીના કાર્યકરોને વૈચારિક, રાજકીય અને સંગઠનાત્મક રીતે મજબૂત કરવા માટે યોજવામાં આવતો એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમ છે. ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, અને આ વિશાળ સંગઠનને એકસૂત્રતામાં બાંધી રાખવા માટે આ પ્રશિક્ષણ વર્ગો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેનો મુખ્ય ઉદેશ પાર્ટીની વિચારધારાનો પ્રસાર, કાર્યકરોને ભાજપની મૂળ વિચારધારા જેમ કે 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ', 'એકાત્મ માનવવાદ' (Integral Humanism) અને 'અંત્યોદય' (સમાજના છેલ્લા વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવો) વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવે છે. કાર્યકરોનું ઘડતર, નવા અને જૂના કાર્યકરોમાં શિસ્ત, રાષ્ટ્રભાવના અને પક્ષ પ્રત્યેની વફાદારી મજબૂત કરવી. નેતૃત્વ ગુણોનો વિકાસ, સ્થાનિક સ્તરેથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી કુશળ નેતાઓ તૈયાર કરવા નો રહે છે. પ્રશિક્ષણ વર્ગનું માળખું, સ્થાનિક/મંડળ સ્તર: જ્યાં પાયાના અને પૃષ્ઠભૂમિના કાર્યકરો ભાગ લે છે. જિલ્લા સ્તર, જિલ્લા કારોબારી અને સ્થાનિક હોદ્દેદારો માટે. પ્રદેશ સ્તર (રાજ્ય સ્તર), રાજ્યના અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો/સાંસદો માટે. રાષ્ટ્રીય સ્તર, ઉચ્ચ સ્તરીય વ્યૂહરચના અને રાષ્ટ્રીય પદાધિકારીઓ માટે. રહે છે. જેમ મુખ્ય વિષયો, પ્રશિક્ષણ વર્ગ દરમિયાન અલગ-અલગ સત્રો (Sessions) યોજાય છે, જેમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા નીચેના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે.
ભાજપનો ઇતિહાસ અને વિકાસ, ભારતીય જનસંઘની સ્થાપનાથી લઈને ભાજપના ઉદય સુધીની સફર અને શ્યામા પ્રસાદ મુખર્જી તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા મહાપુરુષોનું પ્રદાન. સરકારની સિદ્ધિઓ અને યોજનાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ (જેમ કે ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત વગેરે) જન-જન સુધી કેવી રીતે પહોંચાડવી. સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ, આજના યુગમાં વિપક્ષના પ્રચારનો સામનો કરવા અને પક્ષની વાત સોશિયલ મીડિયા (X, Facebook, WhatsApp) દ્વારા લોકો સુધી સચોટ રીતે પહોંચાડવાની તકનીકો. વક્તૃત્વ અને સંવાદ કળા, જનતા સામે કેવી રીતે બોલવું, મીડિયા સામે પક્ષનો પક્ષ કેવી રીતે રાખવો અને નમ્રતાપૂર્વક લોકોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું જેવા વિષયો અવરીલેવામાં આવે છે. "વ્યક્તિ નિર્માણથી સંગઠન નિર્માણ અને સંગઠન નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ" થાય છે. આ પ્રશિક્ષણ વર્ગ માત્ર રાજકારણ નથી શીખવતો, પરંતુ કાર્યકરોને સમાજ સેવા અને રાષ્ટ્ર પ્રથમ (Nation First) ની ભાવના સાથે કામ કરવાની પ્રેરણા આપે છે.આ વર્ગો ભાજપના સંગઠનની કરોડરજ્જુ સમાન છે, જે કાર્યકરોને હંમેશા સક્રિય, શિસ્તબદ્ધ અને ચૂંટણી કે સામાજિક કાર્યો માટે સજ્જ રાખે છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દારા ૧૬ વોર્ડ માટે શિસ્તબદ્ધ રીતે આવા પ્રક્ષિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ. જેમાં વૈચારિક અધિષ્ઠાન, ઇતિહાસ અને વિકાસ, કાર્ય વિસ્તારની આપણી દ્રષ્ટિ, કાર્ય પદ્ધતિ, આપણી સરકારોની સિદ્ધિઓ અને અમલીકરણ, સોશિયલ મીડિયા, AI, નમો એપ, સરલ એપ, બૂથ મેનેજમેન્ટ (મન કી બાત, ટિફિન બેઠક, આગામી કાર્યક્રમો, બૂથ સ્તરીય કાયમી કાર્યક્રમ) જેવા વિષયો ને આવરી લેવામાં આવેલ છે.
આ કાર્યશાળા માં હસમુખભાઈ હિંડોચા, ડો. વિમલભાઈ કગથરા, ધીરેનભાઈ મોનાણી, મનિષભાઈ કનખરા, વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ ઠુમ્મર, અમીબેન પરીખ, દયાબેન પરમાર, બીનાબેન કોઠારી, ક્રિષ્નાબેન સોઢા, મૃગેશભાઈ દવે, ધવલભાઈ નાખવા, ગોપાલભાઈ સોરઠીયા, વસંતભાઈ ગોરી વક્તા તારીખે પ્રશિક્ષણ લેશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા વર્ગ વાલી વિજયસિંહ જેઠવા, ઇન્ચાર્જ નિશાંત અગારા સહ ઇન્ચાર્જ વિજયભાઈ પરમાર, વનિતાબેન કાલાવડીયા સહીત ટિમ દ્વારા સમગ્ર કાર્યશાળા ની વ્યસ્થાસમિતિ નું ગઠન કરવમાં આવેલ છે. જેમ વર્ગ સ્થાન વ્યવસ્થા - હિતેષભાઈ કણઝારીયા, ચંદ્રસિંહ વાળા, વર્ગ ખંડ વ્યવસ્થા - આદિત્ય ત્રિવેદી, રાજપાલ ગઢવી, મંચ વ્યવસ્થા - વેલજીભાઈ નકુમ, રાજેશભાઈ નાનાણી, સત્ર સંચાલક - અધ્યક્ષ વ્યવસ્થા - હસુભાઈ પેઢડિયા, લાખાભાઈ પીંડારીયા, મલ્ટીમીડીયા વ્યવસ્થા - કેતનભાઈ કોટક, ગુંજનભાઈ કારીયા, રજીસ્ટ્રેશન વ્યવસ્થા - સહદેવભાઈ ડાભી, દુષ્યંતભાઈ સોલંકી, કીટ તૈયાર કરનાર ટીમ - વિજયસિંહ ગોહિલ, સંજયભાઈ મકવાણા, પ્રદર્શનની તૈયાર કરનાર ટીમ - મીલનભાઈ વજાણી, પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, આંતરિક તથા બાહ્ય સજાવટ - મયુરભાઈ સિંધવ, ભરતસિંહ જાડેજા, વિડીયો / ફોટોગ્રાફી - યતિનભાઈ પંડ્યા, ભાવેશભાઈ કોઠારી, સ્વચ્છતા વ્યવસ્થા - નીતાબેન પરમાર, નિકીતાબેન કુંવરીયા, મીડીયા પ્રબંધન - ભાર્ગવભાઈ ઠાકર, મુકેશભાઈ વસોયા, વક્તા પ્રબંધન - દક્ષાબેન અગ્રાવત, અવનીબેન ત્રિવેદીવર્ગ ગીત, વંદે માતરમ્ ગાન - રીટાબેન જોંટગીયા, હિરેનભાઈ તન્નાણી, પર્યવેક્ષક - સૂર્યદિપ જાડેજા, મેપાભાઈ આહિર, ભોજન - અલ્પાહાર વ્યવસ્થા - અશોકભાઈ વરીયર, વિરલ બારડ ને જવાબદારી એનાયત કરવામાં આવેલ.
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવેલ. આ તબ્બકે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ધીરેન મોનાણી, સાશક પક્ષ નેતા અમર મોદી, ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકર ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.