BREAKING NEWS

જામનગરમાં પ્રથમ વખત બે ફુલટાઇમ ન્યુરોસર્જન સાથે હોસ્પિટલ ઉપલબ્ધ

  • July 21, 2026 12:57 PM 

જામનગરમાં પ્રથમ વખત બે ફુલટાઇમ ન્યુરોસર્જન સાથે હોસ્પિટલ ઉપલબ્ધ

જીગ્ષ ન્યુ-ગ્રો હોસ્પિટલમાં વિશ્વકક્ષાની ન્યુરોસાયન્સ અને મલ્ટિસ્પેશિયાલિટી સેવાઓ 

સ્વ. ડો. જીગિષ રૂપારેલિયાના સ્વપ્નને સાકાર કરતું વધુ એક ઐતિહાસિક સોપાન

જામનગર આરોગ્યક્ષેત્રમાં સેવા, સમર્પણ અને આધુનિકતાનું અનોખું સંકલન સર્જતી જીગ્ષ ન્યુ-ગ્રો હોસ્પિટલે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ૨૮ વર્ષથી જામનગર તથા સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને નિષ્ઠાપૂર્વક સેવા આપતા ડો. એ. ડી. રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત હોસ્પિટલમાં હવે પ્રથમ વખત બે ફુલટાઇમ ન્યુરોસર્જન્સની સેવાઓ ચોવીસે કલાક ઉપલબ્ધ બની છે. અદ્યતન ટેકનોલોજી, અનુભવી નિષ્ણાતોની ટીમ અને દર્દી કેન્દ્રિત સારવાર સાથે હોસ્પિટલ આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહી છે.

આ ઉપલબ્ધિ માત્ર હોસ્પિટલના વિકાસની નથી, પરંતુ રૂપારેલિયા પરિવારના વ્હાલા પુત્ર સ્વ. ડો. જીગિષ રૂપારેલિયાના અધૂરા સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ મંજિલ છે.

સ્વ. ડો. જીગિષ રૂપારેલિયાએ , નવી દિલ્હી તથા , જોધપુર જેવી દેશની અગ્રણી સંસ્થાઓમાં ન્યુરોસર્જરીનું ઉચ્ચ શિક્ષણ અને વિશેષ તાલીમ મેળવી હતી. તેમનું જીવનધ્યેય હતું કે જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને બ્રેઇન તથા સ્પાઇનની જટિલ સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે અન્ય મહાનગરોમાં જવાની ફરજ ન પડે. પોતાના શહેરમાં જ વિશ્વકક્ષાની સારવાર, આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થાયઆ તેમનું સૌથી મોટું સ્વપ્ન હતું.

નિયતિએ તેમનું જીવન અકાળે થંભાવી દીધું, પરંતુ તેમના સપનાઓને નહીં. રૂપારેલિયા પરિવારે તેમના સ્વપ્નને જ પોતાનો સંકલ્પ બનાવી જીગ્ષ ન્યુ-ગ્રો હોસ્પિટલને સતત નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું ધ્યેય રાખ્યું છે. આજે હોસ્પિટલનો દરેક વિકાસ, દરેક નવી સુવિધા અને દરેક નવી સિદ્ધિ સ્વ. ડો. જીગિષને સમર્પિત છે.

આ જ દિશામાં ગોલ્ડ મેડાલિસ્ટ ન્યુરોસર્જન ડો. કવિન દેવાણીહોસ્પિટલ સાથે જોડાતા હવે હોસ્પિટલમાં બે ફુલટાઇમ ન્યુરોસર્જન્સની ટીમ કાર્યરત બની છે. પરિણામે બ્રેઇન ટ્યુમર, બ્રેઇન હેમરેજ, હેડ ઇન્જરી, સ્પાઇનની જટિલ સર્જરી, નસોના વિવિધ રોગો તથા ઇમરજન્સી ન્યુરોસર્જરી જેવા કેસોમાં ચોવીસે કલાક નિષ્ણાત સારવાર ઉપલબ્ધ બની છે.તેમના જોડાવાથી જીગ્ષ ન્યુ-ગ્રો હોસ્પિટલમાં હવે દર્દીઓને દેશની અગ્રણી સંસ્થા  જેવી ઉચ્ચ કક્ષાની ન્યુરોસર્જરી સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બની છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હવે હોસ્પિટલમાં ૨૪સ૭ બે ફુલટાઇમ ન્યુરોસર્જન્સ ઉપલબ્ધ હોવાથી ઇમરજન્સી તેમજ જટિલ સર્જરીઓમાં વધુ ઝડપી, સુરક્ષિત અને અસરકારક સારવાર આપી શકાય છે.

જટિલ ન્યુરોસર્જરીમાં સફળ પરિણામ માટે માત્ર સર્જન જ નહીં, પરંતુ અનુભવી એનેસ્થેશિયા અને ક્રિટિકલ કેરની ટીમ પણ એટલી જ જરૂરી હોય છે. આ જવાબદારી ડો. અર્ચના શર્મા દેવાણી નિભાવી રહ્યા છે. ન્યુરો-એનેસ્થેશિયા અને ક્રિટિકલ કેરના ક્ષેત્રમાં તેમની કુશળતા દર્દીઓની સુરક્ષા અને સફળ સારવારમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

હોસ્પિટલમાં ન્યુરો-ક્રિટિકલ કેરને વધુ સશક્ત બનાવવા માટે સીનીયર ફીજીશિયન ડો. પ્રકાશ મકવાણાની સેવાઓ ઉપલબ્ધ છે.મગજમાં બ્લીડિંગ, સ્ટ્રોક, કોમા તથા અન્ય ગંભીર ન્યુરોલોજીકલ દર્દીઓ માટે વિશેષ ક્રિટિકલ કેર ઉપલબ્ધ હોવાથી ઓપરેશન પહેલાં, દરમિયાન અને પછી દર્દીઓની સતત દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે ગંભીર દર્દીઓની સારવાર વધુ સુરક્ષિત અને સફળ બની રહી છે.

તે ઉપરાંત ડો. ધ્યેય બાલ્ધાના જોડાવાથી હાડકાં, સાંધા, ફ્રેક્ચર, ટ્રોમા સંબંધિત દર્દીઓને પણ ઉચ્ચ કક્ષાની ઓર્થોપેડિક સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ બની છે. ન્યુરોસાયન્સ અને ઓર્થોપેડિક સેવાઓના સંકલનથી અકસ્માતગ્રસ્ત અને જટિલ દર્દીઓ માટે હોસ્પિટલ વધુ સક્ષમ બની છે.

હોસ્પિટલમાં અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, હાઈ-એન્ડ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, આધુનિક , વેન્ટિલેટર સપોર્ટ, અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ, ન્યુરો-ક્રિટિકલ કેર યુનિટ તથા પ્રશિક્ષિત નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની સુવિધાઓ ઉપલબ્ધ છે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી જટિલ સર્જરીઓ વધુ ચોકસાઈ, સુરક્ષા અને સફળતા સાથે કરવામાં આવી રહી છે.

જીગ્ષ ન્યુ-ગ્રો હોસ્પિટલનું ધ્યેય માત્ર આધુનિક સારવાર પૂરતું મર્યાદિત નથી. હોસ્પિટલની માન્યતા છે કે ગુણવત્તાસભર સારવાર દરેક દર્દીનો અધિકાર છે. આ જ ભાવનાથી આયુષ્માન ભારત યોજના સહિત વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ ન્યુરોસર્જરી અને સ્પાઇન સર્જરીની નિ:શુલ્ક સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી આર્થિક રીતે નબળા દર્દીઓ પણ શ્રેષ્ઠ સારવારથી વંચિત ન રહે.

ડો. એ. ડી. ‚પારેલિયાએ જણાવ્યું હતું કે, સ્વ. ડો. જીગિષનું સ્વપ્ન માત્ર એક હોસ્પિટલ ઊભી કરવાનું નહોતું; પરંતુ જામનગરમાં એવું ન્યુરોસાયન્સ સેન્ટર વિકસાવવાનું હતું, જ્યાં વિશ્વસ્તરીય સારવાર, આધુનિક ટેકનોલોજી અને માનવતાભરી સેવા એકસાથે મળે. આજે હોસ્પિટલનું દરેક નવું પગલું તેમના એ જ સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આજે જીગ્ષ ન્યુ-ગ્રો હોસ્પિટલ માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ સેવા, સંવેદના, આધુનિકતા અને વિશ્વાસનું પ્રતિક બની છે. સ્વ. ડો. જીગિષ રૂપારેલિયાના સપનાઓને સાકાર કરવાના સંકલ્પ સાથે હોસ્પિટલ સતત આગળ વધી રહી છે અને જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે વિશ્વકક્ષાની આરોગ્યસેવાનું વિશ્વસનીય કેન્દ્ર બની રહી છે. વ્યક્તિ ભલે સમયથી વિદાય લે, પરંતુ તેના સપનાઓ જ્યારે સમાજના કલ્યાણમાં જીવંત રહે છે, ત્યારે તે ક્યારેય વિદાય લેતી નથી. જીગ્ષ ન્યુ-ગ્રો હોસ્પિટલ એ સ્વ. ડો. જીગિષ રૂપારેલિયાના એવા જ જીવંત સ્વપ્નનું સાકાર સ્વરૂપ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application