BREAKING NEWS

જામનગર: ખોટી રીતે કલેઈમ રદ કરતી વિવિધ બે વીમા કંપનીને કલેઈમ ચુકવવા હુકમ

  • August 05, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખોટી રીતે કલેઈમ રદ કરતી વિવિધ બે વીમા કંપનીને કલેઈમ ચુકવવા હુકમ

જામનગર ખાતે રહેતા સુરેશભાઈ દેવીશભાઈ ડાંગર તેઓએ કેર હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની પાસેથી કેર સુપ્રીમ પોલીસી પ્રીમીયમ રૂા. ૧૮,૩૯૬ ભરી રૂા. ૭,૦૦,૦૦૦ નું રિસ્ક કવર કરતી પોલીસી મેળવેલ. ત્યારબાદ ફરિયાદીના પુત્ર વેદને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને ત્યાં તાવની આંચકીની સારવાર લેવામાં આવેલ અને તે અંગેના તમામ સારવારના અસલ કાગળો તથા બીલો, કલેઈમ ફોર્મ સામાવાળા સમક્ષ રજુ કરવામાં આવેલ. જે સારવાર અંગેનો કુલ ખર્ચ રૂા. ૨૦,૨૨૧ થયેલ. તે ખર્ચ અંગેનો કલેઈમ સામાવાળા સમક્ષ રજુ કરવામાં આવેલ.
​​​​​​​
આમ, ફરી પાછું ફરિયાદીના પુત્રને તાવ આવતા હોસ્પિટલ જામનગર ખાતે દાખલ કરવામાં આવેલ. ત્યાં તેઓને રૂા. ૩૬,૦૪૫ નો કુલ ખર્ચ થયેલ. જેના સારવારના તમામ પેપર્સ તથા બીલ વિગેરે સામાવાળા પાસે રજુ કરતા સામાવાળાએ કલેઈમ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવેલ અને સામાવાળાએ ખોટા કારણ વગર કલેઈમ રદ કરવામાં આવેલ.જેથી નારાજ થઇ ફરિયાદી સુરેશભાઈએ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં સામાવાળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ ફરિયાદ ચાલી જતા ફરિયાદીના વકીલની વિસ્તૃત દલીલો તથા ચુકાદાઓ ધ્યાને લઇ કમીશન દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરી સામાવાળા વીમા કંપનીએ ફરિયાદીના બન્ને કલેઈમમાં થયેલ કુલ ખર્ચ રૂા. ૫૬,૨૬૬ તથા રૂા. ૫,૦૦૦ ખર્ચના બે માસમાં ચુકવવાનો હુકમ કરવામાં આવેલ. સામાવાળા ઉપરોક્ત રકમ બે માસમાં ન ચુકવે તો વ્યાજ ૯ ટકા ગણી ઉપરોક્ત રકમ ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે

અન્ય કેસમાં જામનગર ખાતે રહેતા નીતેશ ગોવિંદભાઈ કોડીનારીયા તેઓએ એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યુરન્સ કંપની લી. પાસેથી ઓપ્ટીમાં રીસ્ટોર ફ્લોટર પોલીસી પ્રીમીયમ રૂા. ૫૨,૩૭૩ ભરી રૂા. ૧૦,૦૦,૦૦૦ નું રિસ્ક કવર થાય તે રીતે મેળવેલ.ત્યારબાદ ફરિયાદીના પત્ની અલ્પાબેનને પેટમાં દુખાવો થતો હોવાથી હોસ્પિટલ લઇ ગયેલ અને દાખલ કરવામાં આવેલ. ડાયગ્નોસિસનું ઓપરેશન કરવામાં આવેલ,આ સારવાર તથા ઓપરેશનમાં કુલ ખર્ચ રૂા. ૨,૬૪,૧૮૮ નો થયેલ. જે તમામ અસલ કાગળો કલેઈમ ફોર્મ સાથે સામાવાળા સમક્ષ રજુ કરી કલેઈમ નોધવામાં આવેલ. ત્યારબાદ સામાવાળા પાસે માહિતી માંગવામાં આવેલ. સામાવાળાએ ખોટા કારણો આપી ફરિયાદીનો કલેઈમ રીજેક્ટ કરેલ. જેથી નારાજ થઇ ફરીયાદીએ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યુરન્સ કં. લી. સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ.

ફરિયાદ ચાલી જતા ફરિયાદીના વકીલની વિસ્તૃત દલીલો તથા ચુકાદાઓ ધ્યાને લઇ કમીશન દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરી સામાવાળા વીમા કંપનીએ ફરિયાદીની સારવારમાં થયેલ ખર્ચ મુજબની રકમ રૂા. ૨,૬૪,૧૮૮ તથા રૂા. ૫,૦૦૦ ખર્ચના ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ. સામાવાળા ઉપરોક્ત રકમ બે માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વ્યાજનો દર ૯ ટકા ગણી ઉપરોક્ત રકમ ચૂકવવાનો હુકમ કરેલ છે.

ઉપરોક્ત બંને કેસમાં ફરિયાદી તરફે વકીલશ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application