દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે
પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત બે ટ્રેનો તેમના નિર્ધારિત માર્ગના બદલે ડાયવર્ટ કરેલા માર્ગ પર ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરેલા માર્ગ પર ચાલનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 15635 – ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ25 સપ્ટેમ્બર 2026: ઓખાથી ગુવાહાટી જતી ટ્રેન નંબર 15635 વારાણસી જંકશન – છપરા જંકશન – શાહપુર પટોરી – બરૌની જંકશન થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.
2 ઓક્ટોબર 2026: ટ્રેન નંબર 15635 ફરીથી વારાણસી જંકશન – છપરા જંકશન – શાહપુર પટોરી – બરૌની જંકશન થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.
2) ટ્રેન નંબર 15667 – ગાંધીધામ જંકશન-કામાખ્યા એક્સપ્રેસ
19 સપ્ટેમ્બર 2026: ગાંધીધામ જંકશનથી કામાખ્યા જતી ટ્રેન નંબર 15667 દાનાપુર – પાટલિપુત્ર જંકશન – હાજીપુર જંકશન – શાહપુર પટોરી થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.
26 સપ્ટેમ્બર 2026: ટ્રેન નંબર 15667 વારાણસી જંકશન – છપરા જંકશન – શાહપુર પટોરી – બરૌની જંકશન થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનના સંચાલન સંબંધિત અદ્યતન માહિતી ચકાસી લે. વિગતવાર માહિતી માટે નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.