BREAKING NEWS

જામનગર: પશ્ર્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમીના અવસરે અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો

  • September 03, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પશ્ર્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમીના અવસરે અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો 

દ્વારકા અને ગાંધીનગર સ્ટેશનોને આવરી લેવાયા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ ડિવિઝન સંબંધિત વિવિધ રૂટો પર ૪ જોડી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો આ મુજબ છે.

ટ્રેન નંબર ૦૯૫૨૭/૦૯૫૨૮ રાજકોટ દ્વારકા રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (૧-૧ ફેરો) ટ્રેન નંબર ૦૯૫૨૭ રાજકોટ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ રાજકોટથી ૦૦:૩૦ વાગ્યે ઊપડીને તે જ દિવસે ૦૫:૫૦ વાગ્યે દ્વારકા પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર ૦૯૫૨૮ દ્વારકા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ દ્વારકાથી ૦૬:૫૦ વાગ્યે ઊપડીને ૧૨:૦૦ વાગ્યે રાજકોટ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હાપા, જામનગર,કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.

ટ્રેન નંબર ૦૯૫૨૨/૦૯૫૨૧ દ્વારકાગાંધીનગર કેપિટલદ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (૩-૩ ફેરા) ટ્રેન નંબર ૦૯૫૨૨ દ્વારકા-ગાંધીનગર કેપિટલ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩, ૪ અને ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ દ્વારકાથી ૦૬:૫૦ વાગ્યે ઊપડીને તે જ દિવસે ૧૭:૦૦ વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર ૦૯૫૨૧ ગાંધીનગર કેપિટલ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩, ૪ અને ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ ગાંધીનગર કેપિટલથી ૨૦:૦૦ વાગ્યે ઊપડીને બીજા દિવસે ૦૫:૫૦ વાગ્યે દ્વારકા પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ભાટિયા, ખંભાળિયા,કનાલુસ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી કેબિન સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.

 ટ્રેન નંબર ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ દ્વારકા રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (૪-૪ ફેરા) ટ્રેન નંબર ૦૯૫૩૩ રાજકોટ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૩, ૪, ૫ અને ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ રાજકોટથી ૨૦:૦૦ વાગ્યે ઊપડીને બીજા દિવસે ૦૧:૨૦ વાગ્યે દ્વારકા પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર ૦૯૫૩૪ દ્વારકા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૪, ૫, ૬ અને ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ દ્વારકાથી ૦૧:૫૦ વાગ્યે ઊપડીને તે જ દિવસે ૦૬:૨૫ વાગ્યે રાજકોટ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.

ટ્રેન નંબર ૦૯૨૨૮/૦૯૨૨૭ બોટાદ સુરેન્દ્રનગર બોટાદ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (૫-૫ ફેરા) ટ્રેન નંબર ૦૯૨૨૮ બોટાદ-સુરેન્દ્રનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૨, ૩, ૪, ૫ અને ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ બોટાદથી ૧૨:૧૦ વાગ્યે ઊપડીને તે જ દિવસે ૧૩:૪૦ વાગ્યે સુરેન્દ્રનગર પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર ૦૯૨૨૭ સુરેન્દ્રનગર-બોટાદ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ૨, ૩, ૪, ૫ અને ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સુરેન્દ્રનગરથી ૧૪:૦૫ વાગ્યે ઊપડીને તે જ દિવસે ૧૫:૪૫ વાગ્યે બોટાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન કુંડલી, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર અને સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.

ટ્રેનોના રૂટ, સમય, સ્ટોપેજ અને કોચ સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો ૂવેબસાઇટ પર જઈને ચકાસણી કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application