જામનગરના સિઘ્ધાર્થનગર સોસાયટી વિસ્તારમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું. પોલીસ દ્વારા બનાવ સબંધે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરના સિઘ્ધાર્થ નગર ોસાયટીમાં રહેતા શ્રુતાંગ વિનોદભાઇ બથવાર (ઉ.વ.૧૯) નામનો યુવાન છેલ્લા સવા વર્ષથી ગુમસુમ રહેતો હોય બોલવા ચાલવાનું ઓછું રહેતુ હોય ઉપરાંત માનસીક તણાવમાં હોય, દરમ્યાન ગઇકાલે પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે અરવિંદ બેચરભાઇ બથવાર દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા સ્થળ પર દોડી જઇ પ્રાથમિક વિગતો જાણી હતી, યુવાનના આપઘાતના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.