જામનગર શહેરમાં ઉછીના પૈસાની ઉઘરાણી મામલે યુવાનને ધમકી દીધી
જામનગરના ગાંધીનગર સ્મશાન નજીક રેલ્વે સ્ટેશન પાસે હાથ ઉછીના આપેલા પીયાની ઉઘરાણી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે યુવકને હડધુત કરી લાફો ઝીંકીને ધમકી આપી હતી આ મામલે બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના મોમાઇનગર શેરી નં. ૫માં રહેતા ધર્મેશ મુકેશભાઇ ગંગેરા (ઉ.વ.૨૭)એ આરોપી મિતરાજસિંહને આશરે એક વર્ષ પહેલા મિત્રતાના દાવે હાથ ઉછીના ૭૫૦૦ આપેલ હોય જેની અવાર નવાર ઉઘરાણી કરતા આપેલ નહીં આ બાબતે ફરીયાદી આરોપીને ગત તા. ૨૭ ના રેલ્વે સ્ટેશન નજીક મળતા પૈસા નથી આપવા તેમ કહી જાતી પ્રત્યે અપમાનીત કરેલ અને અન્ય આરોપીએ ફરીયાદીના વાળ પકડી જતા રહેવાનું કહી બંને શખ્સોએ ફરીયાદી તેમના બાઇકની ચાવી શોધતા હોય ત્યા આવી એક આરોપીએ અપમાનીત કરેલ અને બીજા આરોપીએ વાળ પકડી રાખી તેમજ લાફો ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી.
ધર્મેશભાઇએ સીટી-બીમાં જામનગરના મિતરાજસિંહ બળવંતસિંહ ચુડાસમા તથા પુર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજાની વિરુઘ્ધ બીએનએસ, એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application